સુરત : સોલાર સિસ્ટમના ઉપયોગથી મંદિરનું લાખોનું બિલ થયુ શૂન્ય
Live TV
-
બીલમાં 5000 થી 20 હજાર સુધીની ક્રેડીટ પણ મળી રહી છે
સૂર્ય નગરી તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર સુરતમાં સૂર્ય દેવતાની મદદથી એક મંદિરનું લાખો રૂપિયાનું વીજળી બીલ હાલ શૂન્ય થઈ ગયું છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ સૂર્યના કિરણોના કારણે આજે સુરતના શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિરનું લાઈટ બીલ ઝીરો થઈ ગયું છે. સૂર્યનગરી સુરતમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનોખી પહેલ કરાઈ છે. જેના કારણે આ મંદિર ગુજરાતનું એકમાત્ર એવુ મંદિર બની ગયુ છે કે, જેનો વીજળી વપરાશ સોલાર સિસ્ટમથી ચાલે છે. પર્યાવરણની જાળવણી માટે અને સેવ એનર્જીના હેતુથી આ મંદિરમાં સોલાર પેનલ લગાડવામાં આવી છે. અગાઉ મંદિરમાં વીજળીના બિલની વાત કરીએ તો દોઢ લાખથી બે લાખ સુધી વીજળીનુ બિલ આવતુ હતુ પરંતુ જ્યારથી આ સોલાર સિસ્ટમ લગાવી છે ત્યારથી બીલ શૂન્ય થઈ ગયું છે. એટલુજ નહી તેમને બીલમાં 5000 થી 20 હજાર સુધીની ક્રેડીટ પણ મળી રહી છે.
