વિદ્યાનગરમાં દિકરીઓ માટે ફ્રીમાં ચાલી રહ્યા છે કરાટે ક્લાસ
Live TV
-
દેશભરમાં મહિલાઓ સાથે થતા દુરાચાર અટકવાનુ નામ નથી લેતા, એવામાં લોકોમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે.
તેની સામે આણંદના વિદ્યાનગરની દિકરીઓના મા-બાપ પોતાની દિકરીઓની સુરક્ષાને લઈ નિશ્ચિત છે, કારણ કે નાનપણથી જ કરાટેના કલાસીસમાં મોકલવાનુ શરૂ કરી દીધુ હતુ.
તેમાથી મોટા ભાગની દિકરીઓ કરાટેમા બ્લેક બેલ્ટ મેળવી ચુકી છે. તેઓ પોતાની સુરક્ષા પણ જાતે કરી શકે તેમ છે. વિદ્યાનગરમાં આવેલ પ્રતિભા એકેડમી દ્રારા આજ સુધીમાં ચાર લાખથી વધારે વિદ્યાર્થિનીઓને ફ્રીમાં કરાટેની તાલીમ આપવામાં આવી છે. રેલીઓ, શ્રધ્ધાંજલી અને કેંડલ માર્ચ સાથે સાથે દિકરીઓને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી અને તેના ઉપાયો માટે દરેક માબાપ વિચાર તે વધારે હીતકારક હોય છે.
