નવસારી જિલ્લામાં ચાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા
Live TV
-
૫ મી સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિને નવસારીના ભકતાશ્રમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે જિલ્લાના ચાર શ્રેષ્ઠ શિક્ષકો વિમલ સોલંકી, નિતિનભાઇ પાઠક, મીનાક્ષીબેન પટેલ અને દક્ષાબેન પટેલનું પ્રશસ્તિપત્ર, રોકડ ઇનામ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
૫ મી સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિને નવસારીના ભકતાશ્રમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે જિલ્લાના ચાર શ્રેષ્ઠ શિક્ષકો વિમલ સોલંકી, નિતિનભાઇ પાઠક, મીનાક્ષીબેન પટેલ અને દક્ષાબેન પટેલનું પ્રશસ્તિપત્ર, રોકડ ઇનામ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, ગુરુના જ્ઞાન, પ્રેરણા અને પ્રયત્નોથી જ વ્યકિતનું વ્યકિતત્વ ખીલે છે. વ્યકિતના જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો અમુલ્ય હોય છે. જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યકિતને યોગ્ય શિક્ષક જ બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂની મહત્તા ઇશ્વરથી વિશેષ છે. સમાજને નવી દિશા બતાવવા સાથે તેઓના ઉત્કર્ષ માટેની તાકાત શિક્ષકમાં છે. રાષ્ટ્રનું નિર્માણ કરવા શિક્ષણને પ્રાધાન્ય આપવું પડે તેમજ અભ્યાસમાં બાળકો રૂચી કેવી રીતે લે તે કરવાનું કામ શિક્ષકનું છે. નાયબ મુખ્ય દંડકશ્રીઍ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો યાદ કર્યા હતાં.
જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક ઍક શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે કેળવણીનો ઉદ્દેશ્ય જ્ઞાન અને તાલીમ આપવાનો છે. શિક્ષક સમાજમાં ઍક મહત્વની જવાબદારી નિભાવે તે જરૂરી છે. શિક્ષણથી સમગ્ર દુનિયાનું પરીવર્તન થાય છે. પ્રમુખશ્રીઍ પરિતોષક વિજેતા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇઍ જણાવ્યું કે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ઉત્તમ કામ સમાજ જીવનને ઘડવાનું કામ અને બાળકો સાથે અત્મીયતા કેળવવા જેવા પવિત્ર કામો શિક્ષક મિત્રો દ્ઘારા થાય છે. નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલે નવસારી જિલ્લાના શિક્ષકો શિક્ષણ સિવાય લોકડાઉન સમયમાં જરૂરિયાતમંદોને અનાજ વિતરણ- બ્લડ ડોનેશન જેવા કેમ્પો તેમજ બાળકોને ઘરે ઘેર જઇને શિક્ષણ આપી રહયાં છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં ખૂબજ મોટુ દાન જિલ્લાના શિક્ષકમિત્રોઍ આપ્યુ છે. કલેકટરશ્રીઍ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી આર.ઍમ.ચૌધરીઅ મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ભકતાશ્રમના નિરવભાઇ, ધર્મેશભાઇ કાપડીયા, અશોકભાઇ, ભાસ્કરભાઇ, શિક્ષકો-શિક્ષિકાઓ ઉપસ્થિત રહયાં હતા.
