Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લામાં ઈશ્વરસિંહ પટેલે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કર્યુ

Live TV

X
  • ગુજરાતના સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા અન્ય હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલાં વિજેતા શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

    ગુજરાતના સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા અન્ય હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલાં વિજેતા શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.નર્મદા જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર, શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરતાં ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી શિક્ષક દિન તરીકે થઇ રહેલી ઉજવણી અંગે જણાવ્યું હતું કે, શિક્ષક એ માત્ર જ્ઞાનના પ્રચાર કે પ્રસાર પૂરતા સિમિત નથી. શિક્ષકના માધ્યમથી માનવી સાચા અર્થમાં માનવી બને છે. આ સન્માન સમગ્ર નર્મદા જિલ્લાના શિક્ષકોનું સન્માન છે. તેમની કામગીરીમાંથી અન્ય શિક્ષકોએ પ્રેરણા લઇને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણરૂપી મશાલને વધુ પ્રજ્જવલિત કરવાની દિશામાં કટિબધ્ધ થવાનો ખાસ અનુરોધ કરી સર્વાંગી વિકાસમાં નર્મદા જિલ્લો અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply