Skip to main content
Settings Settings for Dark

શિક્ષક દિવસ સ્પેશ્યિલ : આણંદના આ શિક્ષક દંપતી ગરીબ પરિવારોને આપે છે રાશન

Live TV

X
  • શિક્ષણ સાથે સામાજિક જવાબદારી અદા કરતા શિક્ષક સમાજ માટે બન્યા પ્રેરણારુપ

    શિક્ષક દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે..આજના દિવસે શિક્ષકોનું પણ સન્માન થાય છે..ત્યારે એવુ કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા..આણંદના શિક્ષક દંપતિએ કોરોના મહામારીમાં શિક્ષણની સાથે સાથે ગરીબ પરિવારો અને જરુરિયાત મંદ લોકોને પાંચ હજાર જેટલી રાશન કીટ તૈયાર કરી વિતરણનું કાર્ય કર્યુ છે..સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અને સેવાની ભાવનાથી પ્રેરિત આણંદના શિક્ષક દંપતી રાકેશભાઈ પરમાર અને રુપલબેન પરમારે સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે..આણંદમા આવેલ ધ સાલ્વેશન આર્મી વિલીયમ બુથ મેમોરિયલ હાઇસ્કુલના આચાર્ય રાકેશભાઇ પરમાર તેમજ તેમના શિક્ષિકા પત્ની કે જેઓ નાવલી કન્યા શાળામાં પોતાની ફરજ બજાવે છે એવા રૂપલબેન પરમાર તેમજ શાળાના અન્ય શિક્ષકોએ મળી કોરોના જેવી મહામારીમા નાતજાતના ભેદભાવ વગર પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સમજી શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મજુરી કામ કરતા ગરીબ પરીવારોની પડખે ઉભા રહી સમાજ માટે પ્રેરણા રૂપ બન્યા છે

    લોકડાઉનમાં જ્યારે દરેક સમાજ આર્થિક પરિસ્થિતિનો સામનો કરતો હતો ત્યારે મજુરી કામ કરનાર પરિવારોની સ્થિતિ વધારે કફોડી બની હતી ત્યારે એવા સમયમા શિક્ષક પરિવારે પોતાને મળતા પગારમાંથી અમુક રકમ સમાજ સેવા માટે ઉપયોગ કરવાનુ નક્કી કર્યુ હતુ જેમા શાળાના આચાર્ય અને તેમનો શિક્ષક સ્ટાફ એક જુથ થી આણંદ જિલ્લાના ગામડાઓને આવરી લઇને ૫ હજારથી વધુ તૈયાર કરેલ રાશન કીટ જ્રૂરિયાત મંદો સુધી પહોચાડવાનુ ભગીરથ કાર્ય કરેલ છે.. આ સાથે શાળાના બાળકોને હેલ્થ ચેકઅપ અને માસ્ક પણ વિતરણ કરવામા આવ્યા છે..આમ તો દરેક શિક્ષક સામાજીક કાર્યો સાથે સંકળાયેલા હોય છે પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમા જે આ શિક્ષકો ધ્વારા કાર્ય કરવામા આવ્યુ છે જે આજના શિક્ષક દિનના દિવસે બિરદાવા લાયક છે, દેશના દરેક શિક્ષક આ રીતે પોતાની ફરજ સમજી સમાજ માટે કાર્ય કરેશે તો સમાજ અને દેશ એક દિવસ વિશ્વમા નામના મેળવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply