પોરબંદરવાસીઓ માટે આનંદના સમાચાર, ચોપાટી ખાતે ફરવાની છૂટ
Live TV
-
પાંચ મહીના બાદ પોરબંદરની ચોપાટી પર લોકો ફરવા માટે જઈ શકશે
પોરબંદરના નાગરિકો માટે આનંદના સમાચાર છે. આજથી તેઓ ચોપાટી ખાતે ફરી શકશે. પોરબંદરની ચોપાટી ફરી લોકોથી ધમધમતી થશે. પાંચ મહીના બાદ પોરબંદરની ચોપાટી પર લોકો ફરવા માટે જઈ શકશે. પોરબંદર નગરપાલિકા દ્વારા ચોપાટીની સાફસફાઈ કરવામાં આવી હતી. કોરોનાને કારણે લોકડાઉન વખતે માર્ચ માસ બાદ ફરવા લાયક તમામ સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. પોરબંદરમાં ચોપાટી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત કમલાબાગ, રૂપાળીબા બાગ સહીતના ફરવાલાયક સ્થળો છેલ્લા પાંચ મહીનાથી કોરોનાના કારણે સૂમસામ ભાસતા હતા. પરંતુ અનલોક-૪ માં સરકારે બાગ બગીચા અને ફરવાલાયક સ્થળો ખૂલ્લા મૂકવાની જાહેરાત કરી છે ત્યારે પોરબંદર નગરપાલિકાએ રળીયામણી ચોપાટીની સફાઈ કરી દીધી છે. જોકે, કોરોનાનું સંક્રમણ ઘટયું નથી ત્યારે ચોપાટી ખાતે નગરજનો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તે ખૂબ જરૂરી છે
