ના.મુખ્યમંત્રીએ મલેશિયામાં ટ્રાઈથ્લોન આર્યનમેન સ્પર્ધામાં સફળ થનાર મહેશ પ્રજાપતિનું અભિવાદન કર્યુ
Live TV
-
વિશ્વમાં સૌથી અઘરામાં અઘરી ટ્રાયથ્લોન સ્પર્ધા ૧૭ કલાકમાં પૂર્ણ કરવાની હોયછે, જે તેમણે ૧૫.૨૫ કલાકમાં પૂર્ણ કરીને એવોર્ડ મેળવ્યો
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ આયર્નમેન ટ્રાયથ્લોન હરિફાઇમાં એક માત્ર ગુજરાતી વિજેતા મહેશભાઇ પ્રજાપતિને ગુજરાતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. સુરતના વતની શ્રીમહેશભાઇ પ્રજાપતિએ ટ્રાયથ્લોન હરિફાઇમાં ગુજરાતમાંથી એક માત્ર સ્પર્ધક તરીકે ભાગ લઇને વિશ્વમાં સૌથી અઘરામાં અઘરી ટ્રાયથ્લોન સ્પર્ધા ૧૭ કલાકમાં પૂર્ણ કરવાની હોયછે, જે તેમણે ૧૫.૨૫ કલાકમાં પૂર્ણ કરીને એવોર્ડમેળવ્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા બદલ તેમને ‘આયર્નમેન’નું બિરૂદ પ્રાપ્ત થયુહતું. તેમની કારકિર્દીની બીજી સિદ્ધિ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ટ્રાયથ્લોનમાં ૪ કિ.મી. દરિયાઇ સ્વિમિંગ, ૧૮૦ કિ.મી. સાઇકલીંગ તેમજ ૪૨.૨ કિ.મી. દોડની હરિફાઇ યોજાય છે. શ્રી મહેશભાઇએ ૧.૩૦ કલાકમાં સ્વિમિંગ, ૭.૩૦ કલાકમાં સાઇકલીંગ અને ૫.૫૫ કલાકમાં રનીંગ પૂર્ણ કરીને કુલ ૧૫.૨૫ કલાકમાં ફિનિશ લાઇન ક્રોસકરીને આર્યનમેનનું બિરૂદ પ્રાપ્ત કર્યુ હતું.
