નાયબ મુખ્યમંત્રીને વિવિધ સેવાભાવી સંસ્થાઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક અર્પણ કર્યા
Live TV
-
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તેમજ તેમાંથી બચવાના સંનિષ્ઠ પ્રયાસરૂપે રાજય સરકારને મદદરૂપ થવા અર્થે ધી. મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લી. મહેસાણાના તમામ કર્મચારીઓના ૧ દિવસના પગારરૂપે એકત્રિત થયેલ રૂ.૭ લાખ ૩૭ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો.આજ પ્રયાસના ભાગરૂપે શ્રી કુન્નેશ્વર મહાદેવ ટ્રસ્ટ - જોરણંગ તરફથી રૂ.૫૧ હજાર ૧ સો ૧૧નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તેમજ તેમાંથી બચવાના સંનિષ્ઠ પ્રયાસરૂપે રાજય સરકારને મદદરૂપ થવા અર્થે ધી. મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક લી. - મહેસાણા તરફથી રૂ.૫૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો. તો કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે તેમજ તેમાંથી બચવાના સંનિષ્ઠ પ્રયાસરૂપે રાજય સરકારને મદદરૂપ થવા અર્થે હિંમતપુરા (વેડા)ના વતની ચૌધરી પોપટભાઈ ખોડાભાઈ તરફથી રૂ.૧ લાખ ૫૧ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો.મહેસાણા જિલ્લાના શ્રી વારાહી અંબાજી માતાજી સંસ્થાન - જોરણંગ તરફથી રૂ.૧ લાખ ૧૧ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો.
