પંચમહાલઃ રવિ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
Live TV
-
પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને રવિ પાક માટે 30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
પંચમહાલ જિલ્લાના કાલોલ અને ઘોઘમ્બા તાલુકાના ખેડૂતોને રવિ સીઝનના પાક માટે જરૂરી સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી કરાડ ડેમમાંથી કેનાલમાં 30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી છોડાયેલ પાણીને લઈ કાલોલ અને ઘોઘમ્બા તાલુકાના ખેડૂતોની 6100 હેકટર જમીનમાં સિંચાઈના પાણીનો લાભ મળશે.
ખેડૂતોમાં ખુશીની લહેર
આ પાણી છોડવામાં આવતા ડાંગર, મકાઈ, દિવેલા સહિત ઘાસચારાના પાકોને પૂરતું પાણી મળી રહેશે. રવિ પાક માટે ખેડૂતોએ કરેલી માંગણીને લઈ પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આવનાર દિવસોમાં ફરી જરૂરિયાત લાગે ત્યારે તબક્કા વાર પાણી છોડવામાં આવશે.
