Skip to main content
Settings Settings for Dark

જીરૂના ઉત્પાદનમાં કચ્છ જિલ્લો અગ્રેસર, શિયાળુ પાકનું પણ ધરખમ વાવેતર

Live TV

X
  • કચ્છ જિલ્લામાં શિયાળુ પાકનું ધરખમ વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૧પ૯રર હેકટરના વધારા સાથે ૧.૬૩ લાખ હેકટરમાં વાવણી સંપન્ન થઈ છે. શિયાળુ પાક માટે પાણીના સ્ત્રોત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ખેતપેદાશોની ઉત્પાદનનો આંક પણ અબજોને આંબે તેમ છે. ૭૧ હજાર ૪૩૮ હેકટર સાથે જિલ્લામાં જીરૂના પાકનો વાવેતર ટોપ પર છે. ચાલુ સાલે ચોમાસા દરમ્યાન સચરાચરા વરસાદને પગલે નાની અને મધ્યમ સિંચાઈના મોટા ભાગના ડેમો ઓગની ગયા હતા. જિલ્લામાં રપ૦ ટકા કરતા વધુ વરસાદ વરસતા ભૂગર્ભજળના સ્તર પણ ઉંચા આવવાની સાથે પાણીમાં ક્ષારનું પ્રમાણ પણ ઘટતા ખેતી માટે અચ્છે દિન આવ્યા છે. ચોમાસા દરમ્યાન વરસેલા ભારે વરસાદને પગલે ખરીફ પાકને થોડી નુકશાની પહોંચી  હતી. જો કે શિયાળુ પાક કચ્છના ખેડૂતોને ભયો ભયો કરાવશે તેવી પહેલાથી વાત ઉચ્ચારાઈ હતી અને તે હવે વાવેતર વિસ્તાર પરથી સાબિત પણ થઈ રહી છે.આ અંગે કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ત થયેલા આંકડાઓ  પર નજર કરીએ તો જિલ્લામાં ૧ લાખ ૬૩ હજાર ૦૩૮ હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે.  જેમાં જીરૂના પાકનો ૭૧ હજાર ૪૩૮, ઘઉં ૩ર હજાર ૮પર, ઘાસચારો ર૬ હજાર ર૭પ, રાઈ ૧૪  હજાર પરર, ધાણા ર૬૮૪, ઈસબગુલ ૬૧૦૧, વરીયાળી ૧૮રર, શાકભાજી પ૯ર૮, મકાઈ ૧ર૩૩૬, જુવાર ર૬૪૭, રંજકો તથા રંજકા બાજરીનું ૧૧ હજાર ર૯ર હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષે જિલ્લામાં રવિપાકનું ૧ લાખ ૪૭ હજાર ૧૧૬ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું. તો છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર ૧ર૬પપ૮ હેકટર થાય છે. તાલુકાની વાત કરીએ તો જિલ્લામાં રાપર તાલુકો ૭ર હજાર ૬૯૦ હેકટર વાવેતર સાથે ટોપ પર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply