પંચમહાલના ઘોઘંબા પંથકમાં દીપડાનો આતંક
Live TV
-
ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામે તરવરિયા ફળિયાના ખેતરમાં આજે સવારના અરસામાં દીપડાએ રમતા બાળક પર હુમલો કર્યો હતો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પથંકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે, ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામે તરવરિયા ફળિયાના ખેતરમાં આજે સવારના અરસામાં દીપડાએ રમતા બાળક પર હુમલો કર્યો હતો અને બાળકને ઢસડીને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો, જોકે તે દરમિયાન અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડી જંગલ તરફ નાસી ગયો હતો.. દીપડાના હુમલાનો ભોગ બનેલા બાળકને ગળાના ભાગે ઇજાઓ પહોંચતા ગોધરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે..ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ ગોયાસુંડલ નજીકમાં આવેલા વાવકુંડલી ફળિયામાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં બાળકને ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી.. ત્યારે દીપડાના હુમલાની ઘટનાને પગલે વનવિભાગ એક્શનમાં આવ્યું અને પાંજરા ગોઠવીને દીપડાને પાંજરે પુરવામાં આવ્યો છે..
