Skip to main content
Settings Settings for Dark

પાટણ સહાયક વાહનવ્યવહાર કચેરી દ્વારા પસંદગીના વાહન નંબર માટે યોજાશે ઈ-ઑક્શન

Live TV

X
  • સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા.28 જાન્યુઆરીથી તા.30 જાન્યુઆરી સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

        આગામી સમયમાં ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AH, GJ.24.AJ, GJ.24.AL, GJ.24.AK, GJ.24.AN અને GJ.24.AP તથા ફોર-વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ.24.AF, GJ.24.AM અને GJ.24.AQ સિલ્વર/ગોલ્ડન નંબરો ઓનલાઈન હરાજી માટે મુકવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy પર આગામી તા.28 જાન્યુઆરીથી તા.30 જાન્યુઆરી, 2022 સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.31 જાન્યુઆરી અને તા.01 ફેબ્રુઆરીના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે તથા તેના ફોર્મ તા.02 ફેબ્રુઆરીના રોજ એ.આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.

        ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક સી.એન.એ. ફોર્મ ભરી દેવાનું રહેશે. સી.એન.એ. ફોર્મ ભરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply