પાલનપુર: માર્કેટયાર્ડમાં ચૂંટણીની મતદાર યાદી બાબતે સર્જાયો વિવાદ
Live TV
-
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલી માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી આગામી 18 સપ્ટેમ્બરે યોજાનાર છે. પ્રથમ મતદાર યાદી જાહેર થતાં જ માર્કેટ યાર્ડમાં ચૂંટણી મામલે વિવાદ સર્જાયો છે. વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે, કે ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં 180 જેટલાં નામ સમાવિષ્ટ કરાવ્યાં છે વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. નામ રદ્દ કરી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે. માલ લઈને આવતા ખેડૂતો અને માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકો આ હડતાળને કારણે અટવાઇ ગયા છે. તેને કારણે ખેડૂતોમાં પણ રોષ ભભૂક્યો છે.
આ બાબતે માર્કેટ યાર્ડ ચેરમેન ફતાભાઈ ધારિયાએ જણાવ્યું હતું, કે જે બોગસ લાઇસન્સની રજૂઆત કરાઈ છે તેને લઇ ડી.આર. કચેરી દ્વારા તપાસ હાથ ધરાશે. જો કોઈ લાયસન્સ ખોટું હશે તે રદ કરવાની જવાબદારી ડી.આર. કચેરીના અધિકારીઓની છે.
