Skip to main content
Settings Settings for Dark

દિન વિશેષ: આજે ધર્મચક્ર દિવસ 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અષાઢ પૂર્ણિમા અર્થાત ધર્મચક્ર દિવસ પ્રસંગે આજે સવારે દેશવાસીઓને પોતાનો સંદેશ આપ્યો. તેમણે સંદેશમાં કહ્યું કે, જ્યાં જ્ઞાન છે ત્યાં જ પૂર્ણિમા છે, ત્યાં જ પૂર્ણતા છે. કોરોના મહામારીમાં ભગવાન બુધ્ધ વધુ પ્રાસંગિક છે. 

    અષાઢ પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસ ભગવાન ગૌતમ બુધ્ધે બનારસ જિલ્લાના રીસીપત્તન જે હાલમાં સારનાથના નામે ઓળખાય છે ત્યાં તેમના પાંચ ચુસ્ત શિષ્યોને આપેલા પ્રથમ પ્રવચનની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસને દુનિયાભરના બૌધ્ધો પણ ધર્મ ચક્ર પ્રવર્તના અથવા તો “ધર્મનું ચક્ર ચલાવવાની” યાદમાં ઉજવે છે. 

    ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ચારેય વેદનું જ્ઞાન આપનારા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. માનવજાતિ પ્રતિ તેમના યોગદાનને જોતાં તેમના જન્મોત્સવને ગુરૂપુર્ણિમાનાં રૂપમાં મનાવવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસે જ માનવજાતિને ચારેય વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી તેમને પ્રથમ ગુરૂની પદવી આપવામાં આવે છે. ગુરૂ પુર્ણિમા પ્રસંગે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજના પાવન દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં બૌદ્ધી વૃક્ષનો છોડ રોપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply