પોરબંદર-રાજકોટ વચ્ચે વધારાની વિશેષ ટ્રેન શરૂ કરાઈ
Live TV
-
વેકેશનમાં મુસાફરોની સુવિધાને લઇને પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા પોરબંદર-રાજકોટ વચ્ચે એક વધારાની વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેનો મુસાફરોને વિશેષ લાભ મળી રહ્યો છે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પોરબંદર-રાજકોટ વચ્ચે એક વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે જે આગામી 30 જૂન, 2023 સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.
રાજ્યમાં આગામી સમયમાં આવનારા વેકેશનને લઈને મુસાફરોનો ઘસારો વધી ગયો છે. જેને ધ્યાને લેઈ પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં પોરબંદર-રાજકોટ વચ્ચે વધારાની વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. જે આગામી 30 જૂન 2023 સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં કુલ 6 દિવસ ચાલશે.
પોરબંદર રાજકોટ વચ્ચે એસ.ટી. અને ટ્રાવેલ્સની બસોમાં રૂ. 300 જેટલો ભાવ લેવામાં આવે છે જેની સામે ટ્રેનમાં પોરબંદરથી રાજકોટ સુધીનું માત્ર રૂપિયા 100થી પણ ઓછું ભાડુ લેવામાં આવે છે અને બસની મુસાફરી કરતા ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક હોવાથી નવી ટ્રેન શરૂ કરાતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં રાણાવાવ, વાંસજાળીયા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ, રીબડા અને ભક્તિનગર સ્ટેશને ઉભી રહેશે.
