ગાંધીનગરમાં CRPFના જવાનોના પરિવાર માટે અનોખો કાર્યક્રમ યોજાયો
Live TV
-
દેશ માટે સર્વોચ્ય બલિદાન આપી દેશ સુરક્ષા માટે શહીદ થયેલા CRPF જવાનોનાં ધર્મપત્ની અને તેમના પરિવારનો આત્મ મનોબળ વધે તે માટે CRPF ગ્રુપ સેન્ટર ગાંધીનગર દ્વારા એક અનોખો કાર્યકમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં CRPF ગ્રુપ સેન્ટર ગુજરાત DIG રામ સિંઘ એ જણાવ્યું હતું કે CRPF હંમેશા શહીદોનાં પરિવાર સાથે છે અને દરેક સુખ દુઃખ ની પરિસ્થિતિમાં અમે પરિવારનાં સભ્ય બની અને યથાશકિત મદદ માટે તત્પર છીએ.પરિવાર કલ્યાણ કેન્દ્ર, CRPF દ્વારા ગાંધીનગર ના CRPF સભાગૃહમાં રામ સિંહ, DIG, ગ્રુપ સેન્ટર, ગાંધીનગર, વીર-નારી ડૉ. સંજુ સિંઘ, ચેરપર્સન - શૈલેન્દ્ર સારથી ફાઉન્ડેશન, તેમજ શહીદ DIG શૈલેન્દ્ર વિક્રમ સિંહ નાં ધર્મ પત્ની તેમજ અમદાવાદ - ગાંધીનગર આસપાસ ની વીરનારીઓ કે જેમના પતિ એ આતંકવાદ, ઉગ્રવાદ, નક્સલવાદ અને અલગ-અલગ સંજોગોમાં દેશ સુરક્ષા માટે પોતાની શહીદી આપી છે તે પરિવાર સહિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
