પોલીસની માનવતા: મોરબીમાં ગર્ભવતી મહિલાને તેમના ઘરે પહોંચાડી
Live TV
-
કોરોનાની મહામારી વચ્ચે માનવતાના અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે..ત્યારે પોલીસમાં ખાખીની માનવતા જોવા મળી હતી..જ્યાં એક ગર્ભવતી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ પરત ફરવા માટે કોઈ વાહન વ્યવસ્થા ન હોવાથી ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ ખાનગી કારની વ્યવસ્થા કરાવી આપી હતી..શહેરના નહેરુગેટ ચોક ખાતે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓએ ઉપરી અધિકારી બી વી ઝાલા, વી બી જાડેજા, પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન સાથે પ્રાઈવેટ કાર બેલાવી હતી, અને ગર્ભવતી મહિલાને તેમના ગામ બેલા ખાતે કાળજીપૂર્વક તેમના ઘરે મૂકવાની વ્યવસ્થા કરાવી અપાવી હતી..મોરબી પોલીસની પ્રેરક કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે..
