Skip to main content
Settings Settings for Dark

આણંદ : અવિચલદાસજી મહારાજે 5 હજાર પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાયનું વિતરણ કર્યુ

Live TV

X
  • અનાજ,દાળ,શાકભાજી,તેલનું વિતરણ, સારસા, આણંદના અંતરિયાળ ગામોમાં સહાય કરી

    આણંદના સારસા ગામ ખાતે આવેલ સત્ કૈવલ મંદિરના ગાદીપતી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જીવન જરુરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા વાયરસ ની સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ લોકડાઉનમાં રાજ્યનો કોઇપણ મજૂર વર્ગનો ગરીબ ભૂખ્યો ન રહે તેની કાળજી સરકાર પણ લઈ રહી છે ત્યારે ધાર્મિક સંસ્થાઓ પણ પૂરો સહકાર આપી રહી છે...આણંદના સારસા ખાતે આવેલ કૈવલ જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય સત્ કેવલ મંદિરના ગાદીપતિ અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ દ્વારા આજે આણંદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી ઝુપડપટ્ટી તથા સમગ્ર શહેરમાં આવેલ ગરીબ પરિવારોને તેમના હસ્તે જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સતકેવલ મંદિર દ્વારા ગરીબો માટે સવા કરોડની 25,000 થી વધુ કીટો તૈયાર કરવામાં આવી છે અને તે કીટોનું આણંદ તથા આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કુલ 5 હજાર શ્રમજીવી પરિવારોને સહાય વિતરણ કરવામાં આવી..આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને કૈવલ જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદિના સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજે નેમ વ્યક્ત કરી હતી કે જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યા સુધી ગરીબો અને શ્રમજીવીઓને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય ચાલુ
    રાખવામાં આવશે..જેમાં અનાજ, શાકભાજી, લોટ, તેલ અને દાળ જેવી ચીજોનો સમાવેશ થાય છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply