રાજયના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
Live TV
-
કોરોનાની મહામારી વચ્ચે માવઠાની આફત આવી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.કચ્છના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો.
કોરોનાની મહામારી વચ્ચે માવઠાની આફત આવી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.કચ્છના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો. ભુજ શહેર, માંડવી અને આસપાસના ગ્રામ્ય, લખપતના દયાપર તથા ભુજ તાલુકાના ગામડાઓમાં સવારે ધીમીધારે કમોસમી વરસાદ વરસતા ખેડૂત ચિંતિંત બન્યો છે.તો અરવલ્લી જિલ્લામાં પણ સામાન્ય છાંટા અને વાદળછાયા વાતાવરણે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.આ તરફ સૌરાષ્ટ્રમાં વહેલી સવારે કડાકા સાથે મોરબીના માળીયા હાઈ વે પર વરસાદ વરસ્યો હતો.ગીર સોમનાથના વેરાવળ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.વરસાદી માહોલ જેવા વાતાવરણના કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
