મહીસાગર જિલ્લામાં લૉકડાઉનનું વ્યાપક સમર્થન
Live TV
-
નાગરિકો એક બીજાના સંપર્કમાં આવીને કોરોના વાયરસનું સંક્રમણ વધે નહીં વૈશ્વિક મહામારી વધુ ફેલાતી અટકાવવા નિર્ણાયક લડાઈના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતમાં 21 દિવસનાં લેવામાં આવેલ લોકડાઉનના મહત્ત્વના નિર્ણયને મહીસાગર જિલ્લામાં મળી રહ્યું છે વ્યાપક સમર્થન.
મહીસાગર જિલ્લા પોલીસ તત્ર પણ ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરાવી રહી છે.મહીસાગર મુખ્યમથક લુણાવાડાથી પસાર થતો દિલ્હી બોમ્બે હાઇવે સુમસામ જણાય છે એકલદોકલ વાહન આવી રહ્યા છે. રોડ પરથી પસાર થતા વાહનચાલકોની ઘર બહાર નીકળવા માટેના કારણોની પૂછપરછ પણ કરી રહી છે.
કોરોના વાયરસની મહામારી અટકાવવા માટે નાગરિકો વચ્ચે સોસીયલ અંતર રાખવું જરૂરી છે અને નાગરિકો એક બીજા ના સંપર્ક માં આવીને કોરોના વાયરસનું સંક્રમણ વધારે નહીં જેથી કોરોના વાયરસ ની મહામારી ફેલાય નહીં તે માટે સરકાર સતર્ક બની છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારી વધુ ફેલાતી અટકાવવા નિર્ણાયક લડાઈના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહત્વનો નિર્ણય લઈ ગત મધ્યરાત્રી થી સમગ્ર ભારતમાં 21 દિવસના લેવામાં આવેલ લોકડાઉનના નિર્ણય ને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરાવવા આવી રહ્યો છે. સરકારના આ નિર્ણય ને મહીસાગર જિલ્લાના નાગરિકોનું વ્યાપક સમર્થન મળ્યું છે. મહીસાગર જિલ્લા પોલીસ તત્ર પણ ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરાવી રહી છે.મહીસાગર મુખ્યમથક લુણાવાડાથી પસાર થતો દિલ્હી બોમ્બે હાઇવે સુમસામ જણાય છે એકલદોકલ વાહન આવી રહ્યા છે. રોડ પરથી પસાર થતા વાહનચાલકોની ઘર બહાર નીકળવા માટેના કારણોની પૂછપરછ પણ કરી રહી છે. લોકડાઉનના મહત્ત્વના નિર્ણયને મહીસાગર જિલ્લામાં મળી રહ્યું છે સમર્થન.
