Skip to main content
Settings Settings for Dark

પ્રથમ તબક્કા માટે પ્રચાર સમાપ્ત, 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર બુધવારની સાંજે એટલે કે 17મી એપ્રિલે સમાપ્ત થઈ ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. દેશના 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કુલ 1626 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર છે. 

    19 એપ્રિલે ઉત્તર પ્રદેશમાંથી 8, રાજસ્થાનમાંથી 13, મધ્યપ્રદેશમાંથી 6 , આસામમાંથી 5 , બિહારમાંથી ચાર, મહારાષ્ટ્રમાંથી પાંચ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાંથી એક-એક, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાંથી બે-બે, ત્રિપુરામાં મતદાન થશે. ઉત્તરાખંડમાં છ, તમિલનાડુમાં 39, પશ્ચિમ બંગાળમાં ત્રણ, સિક્કિમ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબાર, મિઝોરમ, પુડુચેરી, મણિપુર અને લક્ષદ્વીપમાં યોજાશે. પ્રથમ ચરણમાં જે 21 રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ સહિતના રાજ્યો સામેલ છે.

    કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અહીં તેઓ પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે લડી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply