Skip to main content
Settings Settings for Dark

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કૉંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો

Live TV

X
  • રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કૉંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. પરેશ ધાનાણીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આજે પત્રકાર પરિષદ દરમિયાન પરેશ ધાનાણીએ ભાજપની સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના નેતાઓ અહંકારી છે. ભાજપમાં વર્ગવિગ્રહ ચરમસીમાએ છે. ભાજપની સરકારના રાજમાં એક તરફ ખેડૂતોને પોષણસમ ભાવ નથી મળતા. તો બીજી તરફ ગાંધીનું ગુજરાત ડ્રગ્સનું ગેટ વે બની ગયું છે.

    કૉંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,પરેશ ધાનાણી પોતે પણ અમરેલીથી રાજકોટ લડવા આવ્યા છે. પરષોત્તમ રૂપાલાનો ઐતિહાસિક વિજય અને પરેશ ધાનાણીની ઐતિહાસિક હાર થવાની છે. ત્યારે પરેશ ધાનાણી રાજકોટના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ ન કરે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply