પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું
Live TV
-
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ખેડા જિલ્લાના એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ. રાશનકાર્ડ ધારક લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓ તેથી ખુશ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ખેડા જિલ્લાના એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ. રાશનકાર્ડ ધારક લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓ તેથી ખુશ છે. નડિયાદ-ખેડા જિલ્લામાં સસ્તા અનાજની સરકાર માન્ય રાશનની ૬૬૬ દુકાનોમાં એન.એફ.એસ.એ કાર્ડની સંખ્યા બે લાખ ૫૯ હજાર ૯૬૧ અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ. કાર્ડની સંખ્યા નવ હજાર ૭૫૦ છે. દુકાન પર ભીડ ના થાય તે હેતુસર જિલ્લાના લાભાર્થીઓને અનાજ ફાળવણી માટે પહેલેથી જ તારીખોની ફાળવણી કરી દેવામાં આવી હતી. જિલ્લાના કુલ બે લાખ ૬૯ હજાર ૭૧૧ કાર્ડ ધારકોને લાભ મળ્યો હતો. અનાજ વિતરણથી કુલ ૧૪ લાખ ૭૮ હજાર ૭૦૩ વ્યક્તિ લાભાન્વિત થયા હતા. કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં, વ્યક્તિદીઠ ૧.૫ કીલો ચોખા અને એક કીલો કઠોળ કાર્ડ દીઠ આપવામાં આવ્યા છે. આ મફત રાશન વિતરણનો આ છઠ્ઠો તબક્કો ચાલી રહ્યો છે.
