Skip to main content
Settings Settings for Dark

પ્રસિદ્ધ ભૂવૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રો. ખડક સિંહ વલ્દિયાનું 83 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી પદ્મશ્રી અને પદ્મ ભૂષણ ખડક સિંહ વલ્દિયાનું 83 વર્ષની વયે અવસાન થયું. તે લાંબા સમયથી ફેફસાના કેન્સરથી પીડિત હતા. તે આ દિવસોમાં બેંગાલુરુમાં હતા. પ્રોફેસર વલ્દિયા એ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના આઠગામ શિલિંગના દેવદાર (ખૈનાલગામ) ના નિવાસી હતા.ભારતનાં પ્રમુખ ભુસ્તરશાસ્ત્રીમાના એક ખડક સિંહ વલ્દિયાનો જન્મ 20 માર્ચ 1937ના રોજ બર્માનાં કલૌનગરમાં થયો હતો.

    પિથૌરાગઢથી ઇન્ટરમિડિયેટ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને ત્યાં જ ભૂવિજ્ઞાન વિભાગમાં પ્રવક્તા તરીકે તેમને પોસ્ટિંગ અપાયું. તેમણે 1963 માં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી હતી. ભૂવિજ્ઞાનમાં ઉલ્લેખનીય કાર્ય કરવા પર 1965 માં અમેરિકાની જૉન હોપકિન્સ યુનિવર્સીટીનાં ફુટબ્રાઇટ ફેલો તરીકે નીમવામાં આવ્યા હતા. 1979 માં તે રાજસ્થાન યુનિવર્સિટી ઉદયપુરમાં ભૂસ્તરશાસ્ત્ર વિભાગના રીડર બન્યા હતા.આ પછી તેમણે વર્ષ 1970 થી 76 સુધી વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીયોલોજીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારીના પદ પર કાર્યરત રહ્યા હતા.1976માં તેમને નોંધપાત્ર કામ બદલ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ 1983 માં પ્રધાનમંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ હતા. ભારત સરકાર દ્વારા તેમને 2007 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.આ બાદ 2015માં નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply