પ્રધાનમંત્રી વિના ફસલ યોજના અંતર્ગત પિયત ડાંગરને અપાયું કવચ
Live TV
-
પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ખેડૂતોને અતિવૃષ્ટી અનાવૃષ્ટી તેમજ કુદરતી આફતો સમયે પાકને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. આ યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં પિયત ડાંગરને વીમા કવચ આપવામા આવ્યુ છે. જેનુ પ્રિમીયમ 340 રુપિયા પ્રતિ હેકટર નક્કી કરવામા આવ્યુ છે.
પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ખેડૂતોને અતિવૃષ્ટી અનાવૃષ્ટી તેમજ કુદરતી આફતો સમયે પાકને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. આ યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં પિયત ડાંગરને વીમા કવચ આપવામા આવ્યુ છે. જેનુ પ્રિમીયમ 340 રુપિયા પ્રતિ હેકટર નક્કી કરવામા આ આવ્યુ છે. વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાઓમા બીનપિયત ડાંગર જ્યારે વાંસદા તાલુકામાં અડદ અને તુવેરને પાક વીમા યોજનામા આવરી લેવામાં આવ્યા છે. નવસારી જિલ્લામા 70 હજાર હેકટરમાં બાગાયાતી પાકો લેવામા આવે છે. અને અન્ય શાકભાજી પાકો પણ લેવામા આવે છે. પરંતુ તેમને પાક વીમાની સુરક્ષામા લેવામા આવ્યા નથી. નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓના મુખ્ય પાકો ગણાતા બાગાયાતી પાકોને વીમા કવચ ન મળતા આ યોજના હેઠળ તેનો સમાવેશ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
