Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓ માટે કેમ્પનું કરાયું આયોજન

Live TV

X
  • કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અને ગુજરાત સરકારની માં અમૃતમ યોજનાઓ દ્વારા જરૂરતમંદ લોકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને ગુજરાત સરકારની માં અમૃતમ યોજનાઓ દ્વારા જરૂરતમંદ લોકોને લાભ મળી રહ્યો છે. ત્યારે વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટે જે લોકો પાસે મા અમૃતમ કાર્ડ નથી, તેમને સરળતાથી કાર્ડ મળી શકે તે માટે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ તાલુકા કાનૂની સમિતિ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેરમાં રહેતા દરેક પરિવાર જે ચાર લાખથી ઓછી આવક ધરાવતા હોય તેમને વિના મૂલ્યે મા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. લોકોને કાર્ડ કઢાવવા માટે અલગ અલગ જગ્યાએ ન જવું પડે અને સમયની બચત અને આર્થિક ફાયદો થાય, તે હેતુથી આવા કેમ્પનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. સવારે 10 થી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ કોર્ટના કર્મચારીઓ અને મામલતદાર ઓફિસનો સ્ટાફ હાજર રહ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply