પ્રસાદ યોજના, આઇકોનીક પ્લેસ અને સ્વદેશ દર્શનમાં સોમનાથ મંદિરનો સમાવેશ
Live TV
-
ત્રણ યોજનાઓ અંતર્ગત 280 કરોડથી વધુના પ્રોજેક્ટ સોમનાથ ખાતે હાથ ધરવામાં આવશે
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના, "આઇકોનીક પ્લેસ" અને "સ્વદેશ દર્શનમાં" સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે.જેમાં કેન્દ્ર સરકારની જુદી જુદી ત્રણ યોજનાઓ અંતર્ગત 280 કરોડથી વધુના પ્રોજેક્ટ સોમનાથ ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં હાલ યાત્રીઓની સુવિધા માટે વિશાળ અદ્યતન પાર્કિંગ, યાત્રી સુવિધા કેન્દ્ર, સોમનાથ સમુદ્ર કિનારે સુંદર વોક-વે અને ઘન કચરાના નિકાલ માટેના ચાર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં સોમનાથમાં પિલગ્રિમ પ્લાઝા અને દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ એક જ સ્થળે દર્શાવતું લિટલ ઇન્ડિયાનું નિર્માણ થશે તેમ સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યુ છે
