બજેટ રજૂ થાય તે પૂર્વે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો સંચાર થયો
Live TV
-
સપ્તાહના પ્રથમ દિવસે અને મંગળવારે સામાન્ય બજેટ રજૂ થાય તે પુર્વે શેરબજારમાં તેજીનો સંચાર થયો છે. મુંબઇ શેર બજાર 700 પોઇન્ટના વધારા સાથે જ ખુલ્યું હતું. 57 હજાર 900 પોઇન્ટે ખુલેલો સેન્સેક્સ તે પછી પણ ઊંચો જઇ રહ્યો છે. નિફ્ટી આંક પણ 174 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો. 17 હજાર 270 પોઇન્ટે નિફ્ટી આંક ખુલ્યો હતો. શેર બજાર હાલમાં વધઘટ સાથે કામ કરી રહ્યું છે. માઇન્ડ ટ્રી, તાતા એલેક્સી, એન.આઇ.આઇ.ટી.ના શેરોના ભાવોએ છલાંગ લગાવી હતી. તો યુટીઆઇ એએમસી, ટીમ લીઝ સર્વિસ નેશનલ સ્ટાન્ડર્ડના શેરોના ભાવ ગગડ્યા હતા.
