બનાસકાંઠાઃ ખેડૂતે રાજ્યમાં પ્રથમવાર કરી જીરેનિયમ ઑઈલની ખેતી
Live TV
-
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડુતે ગુજરાતમાં પ્રથમવાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શ્રીકાંતભાઈ પંચાલ નામનાં ખેડૂત જીરેનીયમ ઓઇલની ખેતી કરી લાખો રૂપિયાનો નફો મેળવતા થયા છે.
જીરેનીયમ ઓઈલનો એક લીટરનો ભાવ 12 થી 14 હજાર રૂપિયા સુધીનો હોય છે. આ ખેડૂત જીરેનીયમની ખેતી કરી તેને પ્લાન્ટ દ્વારા ઓઇલમાં પરિવર્તિત કરી તે ઓઇલની વિદેશમાં નિકાસ પણ કરી રહ્યા છે.
જીરેનીયમ ઓઇલ સૌંદર્ય પ્રસાધનના સાધનોમાં વપરાતું હોવાથી સમગ્ર વિશ્વમાં તેની વિશેષ માંગ રહેતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી આ ખેતી થકી લાખો રૂપિયાની આવક થતા અન્ય ખેડુતો પણ જીરેનિયમ ઓઈલની ખેતી કરવા તરફ પ્રેરાયા છે. ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી ખેડૂતે ખેતીમાં નિપુણતા મેળવવાના પ્રયત્નો કર્યાં છે.
જાણો જીરેનિયમ ઑઈલ વિશેઃ
- જીરેનિયમ ઑઈલનો ઉપયોગ સુગંધી દ્રવ્યો, સૌંદર્ય પ્રસાધનો અને દવાના ફિલ્ડમાં થાય છે.
- તેનું વૈજ્ઞાનિક નામ પિલેર્ગોનિયમ ગ્રેવિઓલેન્સ છે.
- વરસાદી ઋતુ આ ખેતી માટે ઉત્તમ સમય છે.
- મૂળ પ્લાન્ટની ગાંઠમાંથી કાપી નવા છોડ વાવવામાં આવે છે.
- સીઝનમાં 1 છોડમાંથી બીજા 12 છોડ બનાવી શકાય છે.
- ભારત 200 ટન જીરેનિયમ ઑઈલનો વપરાશ કરે છે.
- ભારતમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલપ્રદેશમાં આ જીરેનિયમ ઑઈલની ખેતી થાય છે.
- જીરેનિયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ સુધી રહે છે. તેને એક વર્ષમાં 3 વાર કટિંગ કરવામાં આવે છે.
