Skip to main content
Settings Settings for Dark

ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડુતે ગુજરાતમાં પ્રથમવાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી

Live TV

X
  • ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડુતે ગુજરાતમાં પ્રથમવાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શ્રીકાંતભાઈ પંચાલ નામનાં ખેડુત જીરેનીયમ ઓઇલની ખેતી કરી લાખો રૂપિયાનો નફો મેળવતા થયા છે.. જીરેનીયમ ઓઈલનો એક લીટરનો ભાવ 12 થી 14 હજાર રૂપિયા સુધીનો હોય છે. આ ખેડુત જીરેનીયમની ખેતી કરી તેને પ્લાન્ટ દ્વારા ઓઇલમાં પરિવર્તિત કરી તે ઓઇલની વિદેશમાં નિકાસ પણ કરી રહ્યા છે. જીરેનીયમ ઓઇલ સૌંદર્ય પ્રસાધનના સાધનોમાં વપરાતું હોવાથી સમગ્ર વિશ્વમાં તેની વિશેષ માંગ રહેતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર શરૂ કરાયેલી આ ખેતી થકી લાખો રૂપિયાની આવક થતા અન્ય ખેડુતો પણ જીરેનિયમ ઓઈલની ખેતી કરવા તરફ પ્રેરાયા છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply