Skip to main content
Settings Settings for Dark

ખંભાતના પતંગ ઉદ્યોગમાં દર વર્ષ કરતા આ વર્ષે ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો

Live TV

X
  • કોરોના મહામારીના કારણે ઉત્પાદન ઘટ્યુ , એટલુ જ નહી પતંગોનો ભાવ 30 ટકા વધ્યો

    નવાબી નગરી તરીકે જાણીતા ખંભાતના નામ પરથી વર્ષોથી પ્રખ્યાત એવી ખંભાતી પતંગોની માંગ બજારમા હોય છે.ખંભાતના અનેક પરિવારો પતંગના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ખંભાતમા ખુબ મોટી સંખ્યામા પતંગો બનાવવાની કામગીરી ચાલી રહી છે ઉતરાયણ પછીના એક માસના વિરામ બાદ કારીગરો પતંગ બનાવવાનુ શરુ કરતા હોય છે જે માર્ચ એપ્રીલ થી લઇ જાન્યુઆરી સુધી પતંગો તૈયાર કરવામા આવતી હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના ગ્રહણના કારણે લોકડાઉનના સમયમા કાચો માલ સમય સર ન મળતા ઉત્પાદનમા ૫૦ ટકા જેટલો ઘટડો જોવા મળયો છે સામે રો મટીરીયલમા વધારો હોવાથી ગત વર્ષ કરતા ૩૦ ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે.ખંભાતમા ૨૦૦ થી વધુ નાના મોટા વેપારીઓ ૩ હજારથી વધુ કારીગરો દ્વારા પતંગ તૈયાર કરાવી રહ્યા છે જે પતંગો ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમા સપ્લાય કરવામા આવે છે એક કારીગર દ્વારા એક દિવસમા ૧ હજારથી વધુ પતંગ તૈયાર કરવામા આવી રહી છે જેના કારણે લાખોની સંખ્યામા ખંભાતની પતંગો અનેક વેપારીઓ સુધી પહોચી રહી છે..

    દેશમા જ્યારે લોકડાઉન હતુ તે સમયે ખંભાતમાં કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો હતો. જેના કારણે ડરી ડરીને કારીગરો દ્વારા પતંગો તૈયાર કરવામા આવી રહી હતી.હાલમાં ઉત્પાદનમા ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના સમયમાં પતંગ બનાવવાના ઓડર ઓછા મળી રહ્યા હતા અને હવે સરકારની થોડી છુટછાટથી બજારો ફરી ધમધમી ઉઠ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા પાછ્ળથી ઓર્ડર આપવામા આવે છે પરંતુ હવે ઓછા સમયમા પતંગ તૈયાર કરવી શક્ય ના હોવાને કારણે ઓર્ડર લેવામા આવતા નથી.જેને લઇ વેપારીઓ પણ ચિંતા જોવા મળી રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply