Skip to main content
Settings Settings for Dark

બાગાયતી યોજનામાં સહાયની મંજૂરી મળેલ ખેડૂતોએ 31 જાન્યુઆરી પહેલા પુરાવાઓ જમા કરાવવા

Live TV

X
  • રાજ્ય સરકારની વિવિધ બાગાયતી યોજનાકીય સહાયનો લાભ મેળવવા આઈ - ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે.  ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે યોજનાકીય લાભ મેળવવા માટે જેમને પૂર્વ મંજૂરી મળી હોય પરંતુ COVID - 19 મહામારીના લીધે મંજૂરી મેળવ્યા પછીના જરૂરી બીલોની દરખાસ્ત તેમજ સાધનિક પુરાવાઓ, બાગાયત કચેરીમાં રજૂ કરવાની બાકી રહી ગયા હોય તેવા ખેડુતોએ જરુરી સાધનિક પૂરાવા તા.૩૧/૦૧/૨૦૨૨ સુધીમાં નાયબ બાગાયત નિયામક, કોઠી કચેરી કમ્પાઉન્ડ, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, રાવપુરા, વડોદરા (ફોન.નં.૦૨૬૫-૨૪૨૯૧૫૩) ખાતે જમા કરાવવા, તેમ નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
     

    રાજ્ય સરકારની વિવિધ બાગાયતી યોજનાકીય સહાયનો લાભ મેળવવા આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગાયત ખાતાની યોજનાઓના અંતર્ગત નેટહાઉસ નળાકાર સ્ટ્રકચર, પ્લાસ્ટિક ટનલ્સ તથા પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે અને ડ્રેગન ફુટ "કમલમ ફુટ" નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય આપવામાં આવે છે. ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના તેમજ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૩૧-૦૧-૨૦૨૨ સુધી આઈ - ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખૂલ્લું મૂકવામાં આવી છે.

     

    બાગાયત ખાતાની યોજનાકીય સહાયનો લાભ લેવા ઇચ્છુક બાગાયત ખેડુતોએ નિયત સમયમર્યાદામાં, ગામના ઇ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત પોતાના ૮- , ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત સાથે રાખવી. જે ઘટક હેઠળ લાભ લેવા માંગતા હોય તેમણે સમયમર્યાદામાં અરજી કરવી. અરજી કર્યા બાદ દિન સાતમાં તે અરજીની નકલ, ૮- , ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત સહિતના નિયત તમામ સાધનિક પુરાવાઓ-કાગળો, નાયબ બાગાયત નિયામકશ્રી, કોઠી કચેરી કમ્પાઉન્ડ, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, રાવપુરા, વડોદરા (ફોન.નં.૦૨૬૫-૨૪૨૯૧૫૩) ખાતે જમા કરાવવા, તેમ નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply