બોટાદમાં કુષ્ણસાગર તળાવ રોડ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
મિશન ગ્રીન બોટાદ અતર્ગત નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કુષ્ણસાગર તળાવ રોડ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, કૃર્ષી પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમાર, ,બોટાદ કલેકટર સુજીત કુમાર, સહિત મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉર્જા મંત્રી સોરભ પટેલે ગ્લોબલ વોર્મિગ અંગે ચિંતા વ્યક્ત કરતા લોકોને અપિલ કરી હતી કે, લોકો વધુને વધુ વૃક્ષ વાવેતર અને સાથે તેનું જતન કરે. કાર્યક્રમના અંતે ,,ઉપસ્થિત મહાનુભાવોએ કુષ્ણસાગર તળાવ રોડ ખાતે વુક્ષારોપણ કર્યું હતું.આ કાર્યક્રમ દ્વારા આશરે ૩૦૦ જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
