Skip to main content
Settings Settings for Dark

બોરની ખેતી કરીને ખેડૂત કમાય છે લાખોની કમાણી

Live TV

X
  • તેઓ ઉમરાન અને ચમેલી નામની જાતના બોરનું ઉત્પાન કરે છે

    મહેસાણા જિલ્લાના આખજ ગામના ખેડૂત પોતાની 40 વીઘા જમીનમાં બોરની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. 65 વર્ષના ખેડૂત પ્રવિણભાઈ પટેલ પહેલા 10 વીઘા જમીનમાં બોરનું વાવેતર કરતા હતા પરંતુ તેમણે આ ખેતીમાં સારો ફાયદો થતાં હવે 40 વીઘામાં બોરની ખેતી શરૂ કરી છે. તેઓ ઉમરાન અને ચમેલી નામની જાતના બોરનું ઉત્પાન લે છે. આ બોર જમ્મુ કશ્મીર, યુપી, રાજસ્થાન, દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં નિકાસ કરે છે. આ બોર શિયાળામાં ખુબ જ આરોગ્ય વર્ધક મનાય છે. જેના કારણે મહેસાણામાંથી મોટા પાયે આ બોરની નિકાસ કરવામાં આવે છે. આ બોરના 20 કિલોના ભાવ 400થી 600 રૂપિયા સુધી મળે છે. એક સીઝનમાં પ્રગતિશીલ ખેડૂત પ્રવિણ પટેલ 10 હજાર મણ બોરનું વેચાણ કરે છે. જેના કારણે તેમને લાખોની કમાણી તો થાય જ છે. સાથે સાથે 80 જેટલા ખેતમજૂરોને રોજગારી પણ મળે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply