ખેતીમાં પ્રયોગો કરી ખેડૂતો કરી રહ્યા છે સારી કમાણી
Live TV
-
સામાન્ય પણે ઠંડા પ્રદેશોમાં ઉગતી સ્ટ્રોબેરીનું તેમણે ઇડર પાસે આવેલા પોતાના ગામમાં વાવેતર કર્યું છે
સાબરકાંઠાના ઇડરમાં ભરત પટેલ નામના ખેડૂતે પોતાની ખેતી સાથે પ્રયોગ કરી એક નવો ચીલો ચાતર્યો છે. સામાન્ય પણે ઠંડા પ્રદેશોમાં ઉગતી સ્ટ્રોબેરીનું તેમણે ઇડર પાસે આવેલા પોતાના ગામમાં વાવેતર કર્યું છે અને આ ખેતીમાંથી તેઓ મબલક કમાણી મેળવી રહ્યા છે. યોગ્ય માવજત અને સમજદારી પૂર્વકના વાવેતર વડે અસાધારણ આવક કંઇ રીતે મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ભરત પટેલે પ્રસ્થાપિત કર્યું છે. સતત ખર્ચાળ બની રહેલી પરંપરાગત ખેતીને બદલે બાગાયતી પાક અપનાવી આવકના સ્ત્રોત ઉભા કરવાની આવડત આ ખેડૂત પાસેથી શીખવા જેવી છે. સ્ટ્રોબેરીની ખેતી માટે શરૂઆતના તબક્કે કરાયેલો ખર્ચ આગામી સમયમાં ફાયદારૂપ બની રહે છે. સ્ટ્રોબેરી જેવા પાક માટે હવે માર્કેટ યાર્ડમાં ભાવ પણ મળી રહે છે તેમજ ઘરઆંગણે પણ વેચાણ કરી સરળતાથી ખેડૂત આવક મેળવી શકે છે.
