અમદાવાદના નિકોલમાં આશરે 20,000 ચો.મી વિસ્તારમાં શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલીનો આરંભ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ વિસ્તારમાં ભારતના શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી છે. આ ફ્લાવર વેલી નવા નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે અંદાજિત 20 હજાર ચો.મી કરતા વધુ વિસ્તારમાં ડેવલપ કરવામાં આવી છે.
ફ્લાવર વેલીમાં કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે. આ ફ્લાવર વેલીમાં પ્રવેશ સમય સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા
