મોરબી જિલ્લામાં ઇન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી જીલ્લા LCB ની ટીમ ચેમ્પિયન
Live TV
-
મોરબી જિલ્લામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પોલીસ પરિવાર વચ્ચે ઇન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોરબી જિલ્લાના તમામ તાલુકા,સિટી પોલીસ મથક એસ.ઓ.જી.- એલ. સી. બી.- ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ વિભાગની 12 ટીમે ઇન્ટર પોલીસ સ્ટેશન કોપ્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
પોલીસ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે પરસ્પર મૈત્રી ભાવના મજબૂત તે હેતુ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કોપ્સ ઇન્ટર પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રેરક આયોજન કરવામાં આવેલ. એસ.પી રાહુલ ત્રિપાઠી,ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા સહિતના અધિકારીઓ પણ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં મોરબી જીલ્લા એલ.સી.બી.ની ટીમ ચેમ્પિયન બની છે
