Skip to main content
Settings Settings for Dark

ભગવાન જગન્નાથની પ્રખ્યાત સ્નાન યાત્રા આજે પુરીથી શરૂ થઇ

Live TV

X
  • ભગવાન જગન્નાથની પ્રખ્યાત સ્નાન યાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈ

    ભગવાન જગન્નાથની પ્રખ્યાત સ્નાન યાત્રા આજે પુરીથી શરૂ થઈ છે. સ્નાન યાત્રાએ હિંદુ મહિનાના જિષ્ઠા પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો આ પહેલો પ્રસંગ છે, જ્યારે જગન્નાથ મંદિર  માંથી દેવતાઓ જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા, સુદર્શન અને મદનમોહનને બહાર લાવવામાં  આવે છે.
    તેઓને ઔપચારિકરૂપે વિધિપૂર્વક શુદ્ધ પાણીથી 108 વાર 108 ઘડાઓમાં સ્નાન કરાવવા આવે છે અને જાહેર પ્રેક્ષકો માટે શણગારવામાં આવે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે, રાજા ઇંદ્રદ્યુમ્નએ પ્રથમ વખત આ સમારંભનું આયોજન કર્યું હતું. જ્યારે દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી.  ભગવાનના આ સ્વરૂપને 'ગજાવેશા' કહેવામાં આવે છે.
    સ્નાના યાત્રા પછી ભગવાન પરંપરાગત રીતે બીમાર હોવાનું માનવામાં આવે છે અને તેમને રાજ વૈદ્યની દેખરેખ હેઠળ ગુપ્તતામાં સુધારણા માટે બીમાર રૂમમાં રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભગવાનને ભક્તો જોઈ શકતા નથી. આ સમયે ભક્તોને જોવા માટે ત્રણ પાત્ર ચિત્ર પેન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવે છે અને એમ કહેવાય છે કે, રાજ વૈદ્ય દ્વારા સંચાલિત આયુર્વેદિક ઔષધિથી પખવાડિયામાં ભગવાન સ્વસ્થ થઈ જાય છે .તેમ છતાં, પ્રવર્તતી રોગચાળાની પરિસ્થિતિને લીધે, ધાર્મિક વિધિઓ સામાન્ય રીતે કરવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply