પાલડીના નૂતન પોલીસ સ્ટેશનનું ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ
Live TV
-
રાજ્યના પોલીસ સ્ટેશનોને આધુનિક અને ડિજિટલ બનાવવા માત્ર ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સતત કાર્યરત છે. આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં બનેલા નૂતન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું.
રાજ્ય સરકાર સતત જનસુખાકારી માટે કાર્યરત છે. રાજ્યના પોલીસ સ્ટેશનોને આધુનિક અને ડિજિટલ બનાવવા માત્ર ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સતત કાર્યરત છે. આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં બનેલા નૂતન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું. સાથે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને એલિસબ્રિજ ના ધારાસભ્ય રાકેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પાલડી ખાતે બનેલા બહુમાળી પોલીસ સ્ટેશનમાં લિફ્ટ સહિત જનસેવા કેન્દ્ર, વાઇફાઇ, આધુનિક વર્ક કલચર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પત્રકારોને સંબોધતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ 2 કરોડના ખર્ચે બનાવાયેલા પોલીસ સ્ટેશનમાં અરજદારોને પૂરતી વ્યવસ્થા મળશે અને પોલીસ કર્મીઓને સાનુકૂળ વાતાવરણ મળશે..
