ભાવનગરઃ ગેસ લીકેજ થાય તો શું કરવું તેની મોકડ્રીલ યોજાઈ
Live TV
-
ગુજરાત ગેસની પાઇપલાઇન અને ગેસ ભરેલા ટેન્કરમાં જો સીટીના કોઈ વિસ્તારમાં ગેસ લીકેજ કે આગ લાગે તો તેની સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેના માટે મોકડ્રીલ રાખવામાં આવી હતી.
ઉપરાંત તંત્ર દ્વારા ઘટના સ્થળે ઝડપી પહોંચી તેના પર પાણી નો છંટકાવ કરી તેને બુઝાવવા તેમજ જો કોઈ ઘાયલ થયા હોય તો તેને તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવા ની સાથે સાથે ટ્રાફિક સમસ્યા ને કેવી રીતે દુરસ્ત કરવી અને લોકોને આ સ્થળથી દુર રાખવા સહિતની કામગીરીની મોકડ્રીલ યોજવામાં આવી હતી.
