અમરેલીઃ ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને કિસાન ક્રેડિટ કાર્ડનો મળ્યો લાભ
Live TV
-
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ વડલી ગામમાં રહેતા સિસભાઈ માથુરભાઈ જીંજાળા દ્વારા, કિશન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત માક્રો ઇન્સોરન્સ એસ.બી.આઈ. જનરલ કંપનીનું પ્રીમિયમ ભર્યું હતું. જેમાં તેમણે વાર્ષિક રૂપિયા ૪૨૫નું પ્રીમિયમ ભર્યું હતું.
આ યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ થતાં તેમના પરિવારને સરકાર તરફથી સહાય પેટે સાત લાખ રૂપિયાનો ચેક રાજ્યપાલ દ્વારા અર્પણ કરાયો છે. હાલ તેમનો પરિવાર આ યોજનાથી લાભ મેળવીને સરકારનો આભાર માને છે અને બીજા લોકોને પણ આ યોજનાનો લાભ લેવા કહે છે.
