આત્મા પ્રોજેક્ટ તાલીમ થકી આણંદના ખેડૂતે કરી પ્રાકૃતિક ખેતી
Live TV
-
આત્મા પ્રોજેક્ટ તાલીમના કારણે સંજયભાઈ ચીલાચાલુ ખેતી છોડી ધાણા, ફુદીનો, ગાજર, લસણ, ચણા, ડુંગળી, ભીંડા, ચોળી, મેથી, પાલક, અને રીંગણની ખેતી કરવાનું શરૂ કર્યુ
અલી સૈયદ, આણંદ : આણંદના વલાસણ ગામમા રહેતા સંજયભાઈ સોલંકી માત્ર ૧o ધોરણ સુધીનો અભ્યાસ કરી ખેતીને અપનાવી કઈક નવું કરી બતાવ્યું છે.આત્મા પ્રોજેક્ટ તાલીમના કારણે સંજયભાઈ ચીલાચાલુ ખેતી છોડી ધાણા, ફુદીનો, ગાજર, લસણ, ચણા, ડુંગળી, ભીંડા, ચોળી, મેથી, પાલક, અને રીંગણની ખેતી કરવાનું શરૂ કર્યુ છે.સંજયભાઈ માટે સાકભાજીની ખેતી નવીન પ્રકારની ખેતી હોઇ ધીમે ધીમે સૌ પ્રથમ ૧ ક્યાંરીમાં ખેતી કરી અને તેનાથી તેમને ફાવટ આવતા પછી તેમણે ખેતરમાં જીવામૃત વાપરી અલગ અલગ ક્યારીઓ બનાવી ૧ર પ્રકારની પ્રાકૃતીક સાકભાજીની ખેતી કરી છે.સંજયભાઈએ પોતાના ઘર આગણે કરેલ ૧ર પ્રકારની સાકભાજીની ખેતીના કારણે તેમને હવે ઘર માટે બજારમાથી શાકભાજી લાવાની જરૂર પડતી નથી.અને ઘર આગણેજ શુદ્ધ સાકભાજી મેળવી રહ્યા છે.તથા વધારાની સાકભાજી સ્થાનિક બજારમાં મોકલી રહ્યા છે.તેમ કરતાં કરતાં આજે તેમણે કરેલ ૧૨ પ્રકારની શાકભાજીની ખેતીમાં તેમને ઘણો ફાયદો થયો છે.અને સારી એવી આવક પણ મેળવી રહયા છે.
