ભાવનગરવાસીઓ માટે સારા સમચાર
Live TV
-
મ.ન.પા. દ્વારા અદ્યતન સુવિધા સાથેના મલ્ટી લેવલ પાર્કિગનું નિર્માણ કરાયું
હાલના સમયમાં વાહનપાર્કિગ એક મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે ભાવનગરવાસીઓ માટે એક સારા સમાચાર છે. ભાવનગરમાં રૂ.સાડા ચાર કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા અદ્યતન સુવિધા સાથેના મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધા થી સજ્જ આ પાર્કિગ બે માળનુ બનાવવામાં આવ્યુ છે. ગંગાજળિયા તળાવ નજીક બનેલા આ મલ્ટી લેવલ પાર્કિંગનું લોકાર્પણ રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મેયર મનહરભાઈ મોરી,સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,કમિશ્નર સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.આ મલ્ટી લેવલ પાર્કિંગમાં લોકો પોતાના ટુવ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ વાહનો પાર્ક કરી શકશે. જેમાં 24 કલાક સુધી પાર્કિગનો ચાર્જ સામાન્ય રહેશે.
