Skip to main content
Settings Settings for Dark

લેખક ડૉ.પ્રદ્યુમનભાઈ ખાચર દ્વારા સંપાદિત 'કાઠીઓનો ઇતિહાસ' પુસ્તકનું વિમોચન

Live TV

X
  • ઇન્ડીયા ટુડે ગ્રુપના ડેપ્યુટી એડીટર ઉદયસિંઘ માહુરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા

    ઇતિહાસકાર અને સંશોધક લેખક ડૉ.પ્રદ્યુમનભાઈ ખાચર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સંપાદીત થયેલું પુસ્તક 'કાઠીઓનો ઇતિહાસ'નું 17 ઓગસ્ટના રોજ ચોટીલામાં વિમોચન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ખાચર પરિવારના સભ્યો,  તેમજ ઇન્ડીયા ટુડે ગ્રુપના ડેપ્યુટી એડીટર ઉદયસિંઘ માહુરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા... તો મોટી સંખ્યામાં કાઠિયાવાડના રાજવી પરિવારોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી... ઉલ્લખેનીય છે એક બ્રિટીશ પોલીટીકલ અધીકારી વોટસને કાઠીયાવાડમા પોતાની નોકરી દરમિયાન સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોના ભુગોળ, રજવાડાનો જ્વલંત ઇતિહાસથી આકર્ષાઇ ૧૮૮૧માં  'કાઠીઓ નો ઇતિહાસ' ગ્રંથ લખ્યો પરંતુ જે તે વખતે તે પ્રકાશીત થઇ શક્યો નહોતો...  આ પુસ્તકમાં ભાવનગર, ધાંગ્રધા, જામનગર, પોરબંદર, જુનાગઢ સહિત કાઠિયાવાડના કાઠી-દરબારોનો જ્વલંત ઇતિહાસ દર્શાવાયો છે.. જેમાં કાઠી-દરબારોના વંશ, રજવાડા, ચારણ અને બારોટ પાસેથી વિગતો એકત્ર કરી છે અને કવિતા-દુહાઓ,પ્રાદેશીક ઇતિહાસ તથા સંસ્કૃતીની માહિતીથી પુસ્ત સંગ્રહિત કરાયું છે... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply