ભૂજનું અનોખુ ભજીયા હાઉસ, કેદીઓ બનાવે છે સ્વાદિષ્ય ભજીયા
Live TV
-
અહીંથી પસાર થતા અનેક પ્રવાસીઓ આ ભજીયાનો સ્વાદ માણવા અચૂક અહીં ઉભા રહે છે
ભુજ નજીક આવેલ પાલારા જેલ બહાર ભજીયા હાઉસ શરૂ કરાયું છે. જેમાં 12 જેટલા પાકા કામના કેદીઓ દ્વારા સ્વાદિષ્ટ ભજીયા બનાવવામાં આવે છે. આ અંગે છેલ્લા 19 વર્ષથી સજા કાપી રહેલ રણમાલભાઈ જણાવે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ભજીયા, મીઠાઈ, શાક-રોટલા બનાવી રહ્યા છે. તેઓના હાથે બનાવેલ ભજીયા ખાવા લોકો દૂર દૂરથી પાલારા ખાતે આવે છે. તો હાલ રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહીંથી પસાર થતા અનેક પ્રવાસીઓ આ ભજીયાનો સ્વાદ માણવા અચૂક અહીં ઉભા રહે છે. દરરોજનું 4 થી 5 હજાર જેટલું કાઉન્ટર અહીં થાય છે.
