આજે મોક્ષદા એકાદશી, બાળ ગોપાલની પૂજાનું મહત્વ
Live TV
-
મૃત્યુ પછી મોક્ષ આપનારી એકાદશી એટલે આજની પવિત્ર મોક્ષદા એકાદશી
આજરોજ 8 ડિસેમ્બર એટલે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસને મુક્તિનો દિવસ કહેવામાં આવે છે.એવી માન્યતા છે કે દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેને મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપળની પૂજા કરવામાં આવે છે..આ દિવસે દાનનું ફળ અનંત ગણોમાં પ્રાપ્ત થાય છે.મોક્ષદા એકાદશીનું ધાર્મિક મહત્વ પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશીના રૂપમાં પણ છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી વ્યક્તિની સાથે જ તેના પિતૃઓ માટે પણ મોક્ષના દ્વાર ખુલી જાય છે. આ એકાદશીને મોક્ષદાયિની એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો.
