Skip to main content
Settings Settings for Dark

જામનગરઃ INS દ્વારા 'પ્લાસ્ટિક મુક્ત ભારત'સ્લોગન સાથે મેરેથોન દોડનું આયોજન

Live TV

X
  • આજે જામનગર આઇએનએસ વાલસુરા નેવી દ્વારા શહેરના લખોટા તળાવથી મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ મેરેથોનમાં ત્રણ હજાર પાંચસો લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. પ્લાસ્ટિક મુક્ત ભારત અને બેટી બચાવો બેટી પઢાવોના સ્લોગન સાથે નેવીના વિંગ કમાન્ડર સી રઘુરામ દ્વારા મેરેથોનનો પ્રારંભ કરાવાયો હતો.

    જામનગરના ડેપ્યુટી કલેકટર સરવૈયા તેમજ મહાનગરપાલિકા કમિશનર સતીશ પટેલ પણ મેરેથોન દોડમાં જોડાયા હતા.જામનગર માં નેવી વિકની ઉજવણીના ભાગ રૂપે દર વર્ષે મેરેથોન દોડ યોજાઈ હતી. આ મેરેથોનમાં 80 વર્ષેના વૃદ્ધથી લઈને આર્મી એરફોર્સ સ્કૂલ ના વિધ્યાર્થીઓ, યુવક યુવતીઓ અને નેવીના જવાનોએ ભાગ લીધો હતો. 

    હાફ મેરેથોન માં 10 કિમીની ટાઈમ રન, 5 કિમી ની ટાઈમ રન અને 5 કિમી ની ફન રન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત જ સ્પર્ધકો ને ખાસ ચિપ આપવામાં આવી હતી જે ઈલેકટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ સ્પર્ધકો દ્વારા કરવામાં આવ્યો હતો. મેરેથોનમાં ભાગ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply