સુરતઃ માત્ર 17 મિનિટમાં સાદાઈથી લગ્ન કરી કપલે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Live TV
-
સુરતમાં એક યુગલે માત્ર 17 મિનિટમાં સાદાઈથી લગ્ન કરીને એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
અમદાવાદના રહેવાસી બેન્ક મેનેજર નિહાર જનકભાઈ શાહે MBBS ડોક્ટર અશ્વીની દુવાડે સાથે માત્ર 17 મિનિટની આરતી કરીને લગ્નગ્રંથીથી જોડાયા છે.
સાદગીથી થયેલા આ અનોખા લગ્નમાં આવનાર મહેમાન પણ ટિફિન લઇને આવ્યા હતા. સૌએ એકબીજાની સાથે ટિફિન શેર કરીને અનોખી રીતે અને એકદમ સરળ રીતે લગ્નોત્સવ માણ્યો હતો. ખર્ચાળ રિવાજોને તિલાંજલી આપતા આ નિર્ણયને લોકોએ પણ આવકાર્યો હતો.
