અનોખી સેવા : પતંગની દોરીથી કે અન્ય રીતે ઘાયલ થતા પક્ષીઓની મદદે આવતી સંસ્થા
Live TV
-
આણંદમાં નેચર હેલ્પ ફાઈન્ડેશન અત્યાર સુધીમાં અસંખ્ય પક્ષીઓના જીવ બચાવી ચૂક્યુ છે
ઘણા લોકો માટે સેવા એ ઝનૂન હોય છે.. જીવન માત્ર બીજાના જીવ માટે જીવતા હોય તેવો અહેસાસ કરાવે છે તેમાની એક સંસ્થા છે નેચર હેલ્પ ફાઉન્ડેશન જે આજ સુધીમાં માની ન શકાય તેટલા અબોલા જીવોનો જીવ બચાવી ચુક્યા છે તેમા એક તાજો દાખલો રોડ પર ઘાયલ થયેલ બતકનો છે તેને બસોથી વધારે ટાંકા અને એક ઓપરેશન બાદ બચાવી લેવા માં આવ્યુ છે.વાત ખુબ સામાન્ય લાગે તેવી છે પણ બતક જેવા નાના પક્ષીના શરીર પર બસો થી વધારે ટાંકા લેવામાં આવ્યા હતા મોટાભાગના શરીરમાં ચામડી ચીરાઈ ગઇ હતી અને એક પાંખમાં ફેકચર થતા તેમા ટાઇટનનો સળીયો નાખી ફેકચર સરખુ કરવામાં આવેલ હતુ.. સાથે સાથે આ ઓપરેશન ચારથી પાંચ કલાક જેટલો સમય લીધો હતો.ઉતરાણ ને હજી તો વાર છે તેમ છતા પતંગ રસિયાઓ એ પતંગ ચગાવવાનુ શરૂ કરી દીધુ છે અને સામે નિર્દોષ પક્ષીઓએ ઘાયલ થવાનુ પણ શરૂ કરી દિધુ છે .કોર્ટ સ્થાનીક લોકો સરકાર પ્રચાર માધ્યમો દ્રારા વારંવાર વિનતી કરવા છતા લોકો સવાર અને સાંજના પણ પતંગ ચગાવાન ચુકતા નથી. આ બન્ને સમય પક્ષીઓ ને જવા અને આવવાનો સમય હોય છે તો તે સમય કાળજી રાખવામાં આવે તો ઓછા પક્ષીઓ હેરાન થાય
