Skip to main content
Settings Settings for Dark

મહેસાણા : મહિલાઓને સશક્ત કરવા બેંકર્સ વર્કશોપ યોજાયો

Live TV

X
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને નાણાકીય સહાય મેળવી મહિલાઓ કેવી રીતે આગળ આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ

    ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલ NRLM  અંતર્ગત સ્વસહાય ની મહિલાઓ પોતાનો રોજગાર સ્થાપી શકે અને બેન્ક દ્વારા લોન મેળવી ને પોતે પગભર થઈ શકે એ માટે મહેસાણા ખાતે બેન્કર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટ દ્રારા જીલ્લા કક્ષાએ સ્વસહાય જૂથ બેંક લિન્કેજ અંતગૅત માઇક્રોફાયનાન્સની કામગીરી અંગે મહિલાઓને જરુરી સમજ આપવામાં આવી હતી..આ વર્કશોપમાં  જિલ્લા વિકાસ અધિકારી વાય.એમ.દક્ષિણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા ના ડાયરેકટર મેહુલ દવે,નેશનલ રૂરલ ઇન્સ્ટિટ્યૂટ  હૈદરાબાદ થી  કે.બી.દીક્ષિત,મહારાષ્ટ્ર થી રાજાબાબુ,લીડ બેન્ક ડિસ્ટ્રીકટ મેનેજર દીપેન્દ્રસિંહ,દેના બેન્ક ડાયરેકટર મીના  તથા ઉત્તર ગુજરાત ની બેંકો ના પ્રતિનિધિ તથા સ્વસહાય જૂથની બહેનો વગેરે હાજર રહ્યા હતા..ઉપરાંત મહેસાણા જીલ્લાની તમામ બેંક બ્રાન્ચના બ્રાંચ મેનેજરશ્રી,રીજીઓનલ,મેનેજરશ્રી,નાબાર્ડ ડી.ડી.એમશ્રી,બ્રાંચના ડીસ્ટ્રીક,કો-ઓડીનેટરશ્રી, જી.એલ.પી.સી સ્ટાફ, બી.સી.સખી,બેંક સખી તથા સ્વ સહાય જૂથ ના મહિલા કાર્યકરો ખાસ હાજર રહયા હતા.

    મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વાય.એમ.દક્ષિણીએ જણાવ્યું હતું કે મહિલાઓ ને પોતાનું ઘર પણ ચલાવવાનું હોય અને રોજગારી પણ મેળવવાની હોય આમ ડબલ જવાબદારી હોય આવા સંજોગોમાં આ તમામ બહેનો ને આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકીએ..સરકારની જેટલી પણ યોજનાઓ છે આ યોજનાઓના કારણે આપણે ફાઇનાન્સિયલ સર્વિસ કેવી રીતે આપી શકીએ, આપણે એમનું લાઈવલી હુડ કેવીરીતે નિભાવી શકીએ આપણે એમને કવરેજ કેવી રીતે આપી શકીએ, કન્વર્જન કેવી રીતે આપી શકીએ અને એનું ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડીંગ કેવી રીતે કરી શકીએ આ તમામ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

    નેશનલ રૂરલ ઇન્સ્ટિટ્યૂટ  હૈદરાબાદ થી  કે.બી.દીક્ષિત,મહારાષ્ટ્ર થી રાજાબાબુ એ જણાવ્યું હતું કે દેશ માંથી ગરીબી હટાવવા માટે ખાસ કરીને બેંકર્સને આગળ આવવું પડશે અને સરકારની NRLM  યોજના ને ઘર ઘર સુધી પહોંચાડવી પડશે અને ખાસ કરી ને મહિલા સ્વ સહાય જૂથ ના માધ્યમ થી મહિલા ઓ ને શક્તિકરન ની દિશામાં આગળ વધવું પડશે અને દરેક ઘર માં મહિલાઓ ને પણ સ્વ રોજગારી માં જોડવા અને મહિલા એમ પાવર મેન્ટ વધારવા બેન્કોએ આગળ આવવું પડશે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેકટર મેહુલ દવે એ વધુ ને વધુ સ્વ સહાય જુથો ને શોધી તેમને સરકાર ની યોજનાનો લાભ આપવા અને મહિલાઓ સ્વ નિર્ભર થાય અને સરકારની યોજનાનો લાભ ઘર ઘર સુધી મળે એ માટે આપણે બધાએ સાથે મળી પર્યટન કરવાનું જણાવ્યું હતું.દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા ના ડિસ્ટ્રીકટ કો.ઓરડીનેટરે પણ બેંકર્સ ને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને જરૂરી આર્થિક સહાય માટે અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply